Semester System Cancel in Standard 9 to 12

ગાંધીનગર– ગુજરાતના શિક્ષણજગત માટે આજે અગત્યનો નિર્ણય સરકાર દ્વારા જાહેર કરાયો છે.મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધિકારીઓ સાથેની બેઠક બાદ ધોરણ 9થી 12માં સેમેસ્ટર સીસ્ટમ રદ કરવાનો ખૂબ જ અસરકર્તા નિર્ણય લેવાયો છે.તો  આરોગ્યપ્રધાન નિતીન પટેલે પણ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યમાં આવતા વર્શે લેવાનારી  નીટની પરીક્ષા ગુજરાતીમાં લેવાનો નિર્ણય કરાયો છે. આરોગ્યપ્રધાન નિતીન પટેલ અને ખાનગી મેડિકલ કોલેજોના સંચાલકો વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં મેડિકલ એડમિશન પ્રક્રિયાને લગતી ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં આ નિવેદન સામે આવી રહ્યું છે. તેમની જાહેરાત પ્રમાણે સાયન્સ પરીક્ષામાં આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ધોરણ 10 અને 12માં સેમ સીસ્ટમ રદ થતાં પહેલાં અમલી વાર્ષિક પરીક્ષા પદ્ધતિઅમલમાં આવી ગઈ છે.

આજે જ શરુ થયેલાં પહેલાં સેમેસ્ટરની પરીક્ષા શાળાઓ દ્વારા લેવામાં આવશે. આ સંદર્ભે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સત્તાવાર જાહેરાત કરી હતી કે  સેમેસ્ટર સીસ્ટમ રદ કરવાના મહત્ત્વના નિર્ણયમાં ધોરણ 9થી 12ને આવરી લેવાયાં છે. આ તમામ ધોરણની હવેથી વાર્ષિક પરીક્ષાઓ લેવાશે. બોર્ડ હવે વાર્ષિક પરીક્ષાના ધોરણે દસમા અને બારમાની પરીક્ષાઓ લેશે. એટલે કે સેમ સીસ્ટમ લાગુ પડાઈ તે પહેલાંની સ્થિતિ યથાવત થઈ રહી છે.

નીટ પરીક્ષાના સંદર્ભે જણાવાયું હતું કે સીબીએસઈના ધોરણે નવો અભ્યાસક્રમ તૈયાર કરાશે અને આવતા વર્ષે ગુજરાતી વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા સરળતાથી આપી શકે તે માટે પુસ્તક પુરવણી આપવામાં આવશે.

નિતીન પટેલે  એવી પણ જાહેરાત કરી હતી કે, ધોરણ 11 અને 12નો અભ્યાસક્રમ નીટની પરીક્ષા મુજબ અને સીબીએસસી કક્ષાનો કરવા કવાયત હાથ ધરાઈ છે અને થોડાસમયમાં જ ફેરફાર સાથેના નવા અભ્યાસક્રમની જાહેરાત કરાશે. ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને તેમણે જણાવ્યું હતું કે સ્વનિર્ભર મેડિકલ કોલેજોની 25 ટકા બેઠક  નીટના આધારે મેનેજમેન્ટ ક્વોટામાં ભરવામાં આવશે. જે હેઠળ 14 ખાનગી કોલેજોની 556 બેઠકો ભરાશે. 30 સપ્ટેમ્બર પહેલાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાની ખાતરી પણ તેમણે આપી હતી.

આ સમયે સેમસીસ્ટમ વિશે અવલોકન કરીએ તો…જ્યારે સેમેસ્ટર સીસ્ટમ અંગે ફેરવિચારણા કરવા ગત વર્ષે રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ગત વર્ષ દરમિયાન અનેક બેઠકો કરી હતી જેમાં શૈક્ષણિક સંઘો, શાળા સંચાલકો, આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાંભળ્યાં હતાં. સમિતિએ પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો હતો. સેમેસ્ટર સીસ્ટમના કારણે રાજ્યના સરેરાશ

પરિણામો અત્યંત નીચાં ગયાં હોવાની અને સેમ સીસ્ટમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સતત પરીક્ષાકાર્યમાં જ વ્યસ્ત રહેતાં હોવાના કારણે અન્ય ક્ષેત્રો પ્રભાવિત થતાં હોવાની, શિક્ષણકાર્ય પૂર્ણ ન થતું હોવાની, ચાર પરીક્ષાઓના બોજ તળે વિદ્યાર્થીઓનો વિકાસ રુંધાવાની  સમસ્યાઓ મોટેભાગે સમિતિ સમક્ષ બહાર આવી હતી.  ખાસ કરીને વિવિધ શિક્ષણ સંઘો દ્વારા સમિતિમાં ભારપૂર્વક એવી રજૂઆતો કરવામાં આવી હતી કે સેમેસ્ટર સીસ્ટમ રદ કરી પહેલાંની જેમ વાર્ષિક ધોરણે પરીક્ષા લેવાય અને તેમાં 50 ટકા થિયરી અને 50 ટકા ઓએમઆર પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે. તેમ જ ચાર સેમેસ્ટરના કુલ 132 ગુણથી પાસના બદલે વર્ષ 2017-18થી  ધોરણ 11 અને 12 એમ બંને પરીક્ષાના દરેક વિષયમાં 66 ગુણ થતાં વિદ્યાર્થીને પાસ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. એક વર્શથી ચાલી રહેલી વિચારણા છતાં જે નિર્ણય લેવાયો ન હતો તેની પાછળ હેવ નીટ ફરજિયાત થવાનું કારણ હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. સાયન્સમાં સેમ સીસ્ટમ રદ કરાતાં  વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નિર્ણયને આવકાર આપી રહ્યાં છે.

Post a Comment

0 Comments